Saturday, February 19, 2011

આજ સવાર મોડી પડી.....

મારે રોજ એક નવો સુરજ જોઈએ ,
આ મારી જીદ છે આકાશ પાસે ,
એ ક્યારેય મારાથી નારાઝ નથી થતું ,
રોજ પટાવે છે મને નવા રંગો થી .....
પણ મને ક્યારેક થાય છે એવું
એ સુરજ એક દિવસ તું આળસુ થાને ,
થોડો મોડો ઉગજે, અજવાળાની પોટલી મોડી ખોલજે ને !
આકાશ આ સંદેશો સાંભળીને હસી પડે છે ,
બીજી સવારે આકાશ નિદ્રા રાણીને મારી આંખમાં રોકે છે ...
અને મને લાગે છે હાશ આજ સવાર મોડી પડી.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ