મૌનને મોકળું મેદાન આપી દીધું આજ
શબ્દો હુતુતુતું રમવા માંગતા હતા ...
મૌન મેદાનને નીરખતું બેસી રહ્યું ,
શબ્દો ઉભી ખો રમતા હતા .....
મૌન ઘાસ પર સુઈ ગયું ,
શબ્દો પાણી પીવા ગયા હતા .....
વાદળ ઘેરાયા અચાનક કાળા ભમ્મર ....
મૌનનું સામ્રાજ્ય તૂટી ગયું ,
શબ્દો મૌનની છત્રીમાં સમાઈ ગયા .....
મૌન અર્ધું પલળતું અર્ધું કોરું શબ્દોની સાથે ચાલતું હતું ....
સામે એક કેડી હતી જ્યાં એક ગઝલ રાહ જોતી હતી ....
No comments:
Post a Comment