Saturday, January 22, 2011

ઝાકળની નદીનું નામ

ઝાકળની નદીનું નામ મૃગજળ ,
ઝાકળે ભીંજાતા ફૂલો સજાવવાની મૌસમ
એટલે વસંત ....
ઝાકળે ભીંજાઈને વર્ષાની કલ્પનાનું એક શમણું
મને તારા સ્પર્શમાં ઉનાળાનો ગરમાવો આપે છે ,
એ સ્પર્શના આલ્હાદમાં શિશિરની સવાર સમી કંપી જાઉં છું ....
એ સપનાનું નગર મારી ભીતર હરિયાળી આપે છે તારી યાદમાં
તારા વિરહમાં એ ગ્રીષ્મના તડકાસી ભાસે છે ....
મિલનની એ થોડી પળોમાં
ભીંજાઈને ચાલને હૈયા ને લીલીછમ કરીએ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ