Monday, January 17, 2011

મન થાય છે....

ક્યારેક સાંજ ઢળે તને મળવાનું મન થાય છે ,
તું બહુ દૂર છે મુજ થી એટલે જ યાદ કરવાનું મન થાય છે ,
એકાંત સાંજની મૌન પળોને તારી યાદોથી ભરી દેવાનું મન થાય છે ,
તારી સાથે ગાળેલી તમામ ક્ષણોને ફરી જીવવાનું મન થાય છે .....
ક્યારેક પેલી તૂટેલી બાંકડી પાછળ સંતાઈ ને તને બૂમ પાડી દઉં છું ,
ત્યારે પોતાના જ અવાજ થી છળી જવાનું મન થાય છે ....
મારી ડાયરીની વચ્ચે છુપાયેલા રહસ્યને
એક તાજા ખીલેલા ગુલાબના કાનમાં કહી દેવાનું મન થાય છે ....
જયારે સંધ્યા ખીલે છે પુરબહારમાં સુરજને આગોશમાં સમાવાને,
ત્યારે જ સુરજનો પીછો કરવાનું મન થાય છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ