Tuesday, January 4, 2011

પછી સંતાઈ જાઉં તો ?????

તેં મારા વિષે વિચારવાનું ય છોડી દીધું હોય
અને હું પરદા પાછળ થી પ્રગટ થઇ જાઉં તો ????....
તને એક બૂમ પાડી તારા નામની
પછી સંતાઈ જાઉં તો ?????
તને એ ભ્રમ લાગે ને પછી થાય
હા હું જ આવી ને મેં જ બૂમ પણ પાડી તો ????
બસ હું તને ક્યાંય દેખાતી નથી
પણ તારી સામે મારો ચેહરો આવે છે ,
એ ચેહરો પણ તારા સિવાય કોઈને દેખાય નહીં તો ???
તું મીઠું શું મલકી પડે છે
હવામાં હાથ વીંઝીને ઠપકો આપે મને
કહે છે મને કે ક્યારે સુધરીશ???
પછી વળી તું જ બોલે છે
તારા ભીતર માંથી મારા માટે જ સ્તો
નાં .....ના ....નાં ....ક્યારેય સુધરીશ નહીં
આવી જ રહેજે સખી ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ