Thursday, November 18, 2010

ગીલોલે ઉડાડે પંખીડા

ધીરા પગલે ઝાંઝરીના ઝણકારે
મલપતી ચાલે ,ઘેરો ઘૂંઘટ તાણી,
માથે હેલ ધરી ચાલી ગોરી પાણી ભરવા ,
ગાવલડી ચારતા ,બંસી વગાડે બાલુડા
યાદ આવે ક્યાં છુપાયો રે કાન ???
છાણના લીપણ, ઘંટીના દળવા સાથે
ભળી જતો મંદિરની ઘંટડીનો તાલ ....
ચૂલ્હે શેકાતો ઓલો બાજરીનો રોટલો ,
તાઝી દોહેલી ભેંસના દૂધનો ગલાસ ,
તેજે ચમકતી ચેહરાની રેખાઓ પરસેવો વહાવી ખાસ ,
ચીન્ચુડે અવાજે વાગતો કોસ ,
બળદના ગળે ઘંટી સાંભળી થતા ખાસ ....
દોડે બાળપણ ઉઘાડ પગે ને તોડે મરવા આંબલીયા ડાળ,
ગીલોલે ઉડાડે પંખીડા ને
ચાડીયા પણ હસીને કહે જુઓ
અમે પણ ખમીસ પહેરી ઉભા ખેતર વચાળે .....
સાંજની ગોધૂલી વેળા ને પિયા મિલન ની આસ ,
કાથીના ખાટલે ચાકળો પાથરી,
ધીરે દીવાની વાટે જોવાતી એ રાહ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ