Thursday, November 11, 2010

પથ્થર ફેંક્યો ....

એક નદીને કિનારે
પાળ પર બેસીને વહેતી નદીમાં
પથ્થર ફેંક્યો ....
એ વમળમાંથી એક તસ્વીર નીકળી ...
તારી હતી ,પણ એ ભ્રમ હતો ...
ભ્રમ હતો પણ સુંદર હતો ....
સુંદરતાનો એક સ્વર હતો
પણ એ સ્વર ખામોશ કેમ હતો ,
નદી પણ ઉછળીને સૂર પુરાવતી હતી ...
એ સુંદરતા ધીર ગંભીર હતી ...
એ સુંદરતા હસમુખ પણ હતી ...
એ સુંદરતા યુવાન હતી ...
એ સુંદરતાના ચેહરા પર કરચલી પણ હતી ....
હું અનિમેષ નયને જોતો જ રહ્યો ...
કોઈ પણ રૂપ માં આખરે તો એ તું જ હતી ...
એક સજીવ ભ્રમમાં પળ બે પળ જીવતો રહ્યો .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ