Monday, November 1, 2010

જુના સ્મિતના કારણોને .....

કાગળની પસ્તી નીકળી ,
તેમાં બેઠેલી મારી લાગણી લખાયેલી ,
જગ્યા રોકતી હતી ,
વેચી દીધી ,ભાવ સારો હતો ....
સપના સંતાઈને બેઠેલા મનના માળીયે,
ખેંચી નાખ્યા ,હવે થોડી જગ્યા જોઈતી હતી ,
કચરા ટોપલી માં પધરાવી દીધા ,
આ ચોખ્ખા તનમાં કેટલીય કોમળ લાગણીઓ છે ,
પણ એમને ઉગવા નવી ક્યારીઓ નથી ,
કંઈ નહીં ચાલશે ,
લાગણીઓ ને સાબુ પાણી થી ધોઈને
મનને તમને ગમે એમ ચોક્ખું કરી દઈશ ,
આમ તો હસવા માટે કોઈ કારણ નથી મળ્યું ,
પણ તમને ગમે છે એટલે સ્મિતને નવા કપડા પહેરાવી દઈશ ,
અંધારાથી ટેવાયેલી આંખો આ દર્દના કાજળ આંજી આવી છે ,
પણ વાંધો નહીં આ દીપ પ્રગટશે એટલે અંધારાને આવજો કહી દઈશ ,
દફન કરી દઉં છું મારી જાતને આ વર્ષ જુનું થઇ ગયું ,
બસ નવા વર્ષે જુના સ્મિતના કારણોને સંભારી લઈશ ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ