Tuesday, October 12, 2010

રમતોત્સવ અને ગરબાના ગ્રાઉન્ડ ની ભેલ.....

ગરબાના મેદાનમાં તારી કાજળઘેરી આંખોના તીર ચાલ્યા
ઘાયલ થઇને હું ગોલ્ડ મેડલ બની મળ્યો તને તીરંદાજીમાં ...
જ્યારથી જોઈ તને હિચ લેતી ગરબા ના મેદાનમાં
તારી જિંદગીના બાસ્કેટમાં મારા દિલના બોલને પાસ થવાની કોશિશ માં છું ...
તને પહલે નોરતે જોયા બાદ તારા ઘર સામે મેદાન પર આવું છું
ત્યારે બારણાના ગોલપોસ્ટ પર તારો ભાઈ ગોલકીપર બની ઉભેલો જોયો છે ....
હવે મને હિચ કે ત્રણ તાલી કરવી ગમતી નથી
તારી આંખોના સ્વીમીંગપુલ માં બટરફ્લાય બની તર્યા કરું છું ફ્રી સ્ટાઈલમાં ....
નોરતાનો પ્રેમ જયારે લગ્નવેદી પર ચાર ફેરા ફરી ગયો
ત્યારે ખબર પડી કે દરેક પતિ એક સારો જીમ્નાસ્ટીકનો ખેલાડી બની શકે છે ....
જુઓ ને કરોડ પતિ હતો લગ્ન પહેલા અને સ્પોર્ટ્સકારરેસ નો ચેમ્પિયન પણ
હવે તારા શોપિંગ બીલ ભર્યા કરીને બન્યો છું હું સાયકલીંગનો શહેનશાહ ....
આ મેચ ની છેલ્લી ઓવર અને આ છે છેલ્લો બોલ
ક્યાં મને તું છગ્ગો મારી મોકલી દે મેદાન બહાર યા ક્લીન બોલ્ડ થઇ જા ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ