સરનામાં વગરનું પરબીડિયું છે આ
બસ એક નામ તારું ઓળખી લેજે ...
મોકલું છું કોરો કાગળ એક
વાંચી શકાય તો વાંચી લેજે ...
આજે હાથ નહીં હૈયું દીધું છે
હથેળી ખોલીને ઝીલી લેજે ....
મારી મુઠીમાં સમેટી એક આભ મોકલ્યું છે
દુનિયાની નઝરથી બચાવી દિલ માં સંતાડી દેજે ...
અબોલ હોઠોને નથી મળતા શબ્દો
તાક્યા કરું મુક બધીર બની શૂન્યમાં
હૈયે એક વિશ્વાસ રાખી અરજી કરી તને
તું શબ્દોના સથવારે એને સાંભળી લેજે .....
મૌન ....એક મૌન ...અકળ મૌન ....
વંચાશે તને મારા વિના તો એને જીવી લેજે ....
No comments:
Post a Comment