Tuesday, September 28, 2010

વર્તુળનું કેન્દ્ર

અધૂરી અધૂરી સાંજની
એ અધૂરી અધૂરી મુલાકાત ....
તમે પણ અપૂર્ણ શા લાગ્યા
હું પણ કંઈ પૂર્ણ નહીં ...
સાંભળ્યું હતું બે અપૂર્ણ સરજે છે
એક પૂર્ણ વર્તુળ બનાવતું પરિઘ .....
એ પરીઘના કેન્દ્ર માં હું
એ પરીઘના કેન્દ્રમાં તું ....
એક વર્તુળના બે કેન્દ્રો ???
એક અશક્યને શક્ય બનાવવા
મેં મારા સ્વને દફનાવી દીધું માટી મધ્યે
હવે હું ભીતર અને તું બહાર
વર્તુળનું કેન્દ્ર એક જ છતાંય
છતાંય આપણે બેઉ ,
હું અંદર તું બહાર ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ