Saturday, September 25, 2010

મારી યાદોને ક્યાંય પાનખર સ્પર્શી નથી

મારું બચપણ બહુ હરિયાળું હતું
લીલા રંગે એ તો રંગાયેલું હતું ...

એ ગરમાળાનું ઝાડ હતું
ઉનાળાને તાપને કદી નાં ગાંઠે એવું પાજી હતું ...
ડાળીઓના ચોટલે એ પીળા ફૂલના ગજરા પહેરતું
અને નવી દુલ્હનનો સાજ સજી શરમાતું હતું ....
એક ગરમાળાનું ઝાડ હતું ....

દૂર દૂર સુધી પીળા ફૂલોની ઝાઝમ હજીય મારી પ્રતીક્ષા કરે છે
તડકાને ધરતી સુધી ના સ્પર્શવા દેવાની એ વૃક્ષો હજીય જીદ કરે છે
એની શીળી છાયામાં અમે લખોટીઓ રમતા હતા
એના થડની પાછળ સંતાકુકડીમાં સંતાઈ જતા હતા .....

પીળા પતંગિયા અને ડ્રાઉં દેડકા મારા સંગી સાથી
હજીય તેમને મારી યાદ હશે આવતી
ચકલી કબુતર સાથે બેસી જમતા આંગણે મારે જાર
જામફળીના કાચા જામફળ ખાવા પોપટ પણ પધારતા મારે દ્વાર ........

દિવાળી માં વાંકા કરી તારામંડળના તાર
લટકાવી દેતી હું એ કોઈ ઝાડની ઉંચી ડાળ
પૂરેલી રંગોળી પર ગાયો પણ ચાલવા ચાહતી અનેક વાર
કુતરા પણ ચાદર સમજી બેસી જતા કેટલીય વાર ......

મારી યાદોને ક્યાંય પાનખર સ્પર્શી નથી
દૂર છું હું પણ આંખોથી એ યાદો ખસતી નથી ........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ