Monday, September 20, 2010

શરત કરી કરીને પ્રેમ કરી લઈએ ,

શરત કરી કરીને પ્રેમ કરી લઈએ ,
જો તું મને ભેટ દે તો જ મારો પ્રેમ પામી લે ....
ચાલો પ્રેમને એક મજાક બનાવી લઈએ
જિંદગીમાં થોડા વ્યવહારુ બની જઈએ ....

આ દુનિયા નથી ચાલતી ચાહતો થી ,
આ તો પથ્થરોને પચાવવાની હોડ છે ,
મંઝીલનું સરનામું તો પાસે નથી
પણ વણથંભી દોડાતી એક દોડ છે ....

મુશાયરામાં દિલ વિલ ની શાયરીઓ શોભે
આ દુનિયા કોઈ મુશાયરો નથી
પેટ નથી ભરાયું કોઈનું દિલની વાતો થી
દિલ= દિમાગ અને પ્રેમ= પેટ નું અંતર ક્યારેય સમજાયું નથી ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ