Monday, September 6, 2010

હું કોણ ???.......હું કૃષ્ણ !!!!

પીળા પીતાંબરમાં લપેટાયેલો
માખણની મટકીમાં છુપાયેલો
મોરપંખી મુકુટે સોહાયેલો
વાંસળીના સૂરોમાં સંતાયેલો ...
હું કોણ ???.........હું કૃષ્ણ !!!


મટુકી ફોડવા ગોપીની ,કાંકરી બની ફેંકાયેલો ,
ઘેલી ગોપીયોની ઘેલછા બની ગાવલડી ચરાવતો
રાધાની આંખોમાં જન્મોજન્મની રાહ બની જોવાયેલો
મીરાંના પદોમાં ભક્તિની દીવાનગી બની ગવાયેલો
હું કોણ ???.....હું કૃષ્ણ ...!!!!!


તારા જીવનરથનો સારથી બનવા સર્જાયેલો
મારી અકળ લીલાઓમાં સમજાયેલો
બસ તારો અને માત્ર તારો જ ...
હું કોણ ???.......હું કૃષ્ણ !!!!
Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ