Friday, August 27, 2010

ત્યારે મળવા આવીશ ....

વગડો જયારે વેરાન બનશે ત્યારે મળવા આવીશ ,
આ ભીડમાં જરા એકાંત મળશે ત્યારે મળવા આવીશ ...

બહુ કનડે છે આ શોર બકોર મને
જયારે નીરવ શાંતિનું સામ્રાજ્ય મળશે ,ત્યારે મળવા આવીશ .

તારી વગર જાગેલી રાતોની વાત કહેવી છે
તારા સિવાય જ્યાં કોઈ હોય નહીં એવી જગ્યા મળે ત્યારે મળવા આવીશ .

હું તારાથી દૂર હતો પણ યાદોના મેળામાં તું સાથ હતી સદાય ,
જયારે યાદોના મેળામાં હું ભૂલો પડી જઈશ ત્યારે મળવા આવીશ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ