Saturday, August 14, 2010

વિશાળ આકાશ છે સરહદ વગરનું

મારી અટારીથી દૂર ની ક્ષિતિજો દેખાય છે ,
જાણે લાગે કે જગત આખું મારા કદમોમાં છે ...
ક્ષિતિજોની પેલે પાર મારી કલ્પનાની દુનિયા શરુ થાય છે ....
ખુબ ઘૂમી આઉં છું બંદ આંખોમાં સપનાના પંખ લગાવી ......
મન થાય છે ચાલ ને કાદવમાં જઈ થોડા છાંટા પડવા દઉં
ભર ટ્રાફિકમાં રસ્તો ઓળંગું ...
જે મંદિરની આરતી સાંભળું છું એ મંદિરે ભગવાનને બપોરે મળવા જાઉં ...
પણ ભગવાનને પણ ભક્તો પોઢાડી દેતા હશે ,
એમને ક્યાં છે આઝાદી પોતાની ઈચ્છા કહેવાની ???
મારી કાચની બારીઓની પેલે પાર આ વિશાળ આકાશ છે સરહદ વગરનું
પણ મારી પાંખો કાપી લીધી છે ક્યાં ઉડું ???
રોજ સવારે આ ખુલ્લા ગગનને જોતી હોઉં
ત્યારે મારા બારણા પર એક પુરુષ
જવાબદારીનું તાળું મારી દરવાજા પર
હક્કની કુંચી પોતાના ખિસ્સામાં મૂકી જતો રહે છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ