Saturday, August 7, 2010

જયારે તું દૂર હતો ....

એ પળો સૌથી શ્રેષ્ઠ હતી જયારે તું મારી પાસ હતો ,
પણ તું મારામાં જ હતો જયારે તું મારાથી દૂર હતો ....
તને મળવા માટે મારે કેટલું ઝૂરવું પડતું હતું ,
પણ તને માત્ર બંદ આંખે પામી લીધો જયારે તું દૂર હતો ....
તારી સામે તારી થવાની કોશિશ નાકામ થતી હતી
કરવો હતો પ્રેમ પણ હું ગુસ્સે થઇ જતી હતી
બસ હું માત્ર તારી જ રહેતી , પ્રેમ નો એ વરસાદ હતો
તારી અને માત્ર તારી જ થઈને રહી ગઈ જયારે તું દૂર હતો ....
તારી સાથે હાથ ઝાલી ને ચાલી , તારા ગળે લાગી ને રડી
તારી સાથે તારા હૃદયમાં તારી છબી જોઈ જે મારી હતી
તારા હૃદય માં હું ખુબ વસી હું જયારે તું દૂર હતો ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ