Tuesday, August 3, 2010

શ્રાવણને પણ નવરાવીશું........

થોડા વાદળને થોડું પાણી લઈને મેં વરસાદ બનાવ્યો ,
ખારાશ ના ભળે એટલે દરિયાને સમજાવ્યો ,
સાત રંગો ઉધાર લઈને સુરજને બોલાવ્યો ,
વીજળી પાસે બેસી ને મેઘધનુષ સાથે ફોટો પડાવ્યો ......
ધરતી સાથે આકાશ ની નક્કી કરી સગાઇ
અને એને લીલી ચુંદડી ઓઢાડી ....
દેડકાઓ એ લગ્ન ગીત ગયા ત્યારે કોયલ રાણી શરમાયા ,
જુઓ ઢોલ ધબૂક્યા આકાશ માહે
ને વાદળોએ મોર ને નાચ નચાવ્યા
ધરતીપુત્રે વર્ષારાણીના સામૈયા કર્યા.........
બસ હવે ઝૂલો બાંધી દઈશું લીમડા ની ડાળે ,
ને શ્રાવણને પણ નવરાવીશું........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ