Saturday, July 31, 2010

તું હવે નહીં આવે .........

તારી રાહ જોઈ હતી મેં તળાવની પાળે ,
દૂર મંદિરના ઘંટના રણકાર માં તારો સાદ સાંભળેલો ,
તળાવમાં ખીલેલા કમળમાં તારો ચેહરો જોયેલો ....
તારી રાહ જોઈ હતી મેં તળાવના પાળે .....
પેલા વડની ઘટા માં તું છુપાતી હતી ,
હું તને શોધી ને થાકી જતો ,
ત્યારે હાસ્યના ફોરાઓ નો તું વરસાદ વરસાવતી
મારા ગળે વળગી જતી .....
હજી તું ત્યાં જ છે ,
હજી હું તને ત્યાં જોઉં છું ,શ્વસું છું ....
હજી તારા સ્પર્શ તાજા કરું છું .....
જાણવા છતાં કે તું હવે નહીં આવે .........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ