Saturday, July 24, 2010

એક વાદળ કહેતું

એક વાદળ કહેતું હતું બીજા વાદળને
મારી સાથે ફરવા આવીશ ??
બીજા વાદળે નાં પડી એને ,
વાયદો હતો એનો પવનને
ફરવા જવાનું હતું ક્ષિતિજો સુધી ....
પહેલું વાદળ રિસાઈ ગયું
થોડું ખીજાઈ પણ ગયું ....
એને ગુસ્સા માં ધક્કો માર્યો પેલા વાદળ ને
જુઓ એમની વચ્ચે વીજળી ચમકી ...
એમની ટક્કર સાંભળી સૌએ
કહ્યું આ તો મેઘગર્જન થઇ .....
બીજા વાદળને વાગ્યું બહુ ,
તો ટપ ટપ આંસુ એ રડી પડ્યું ....
તો કહ્યું સૌએ અરે અરે અરે
આ તો વર્ષારાણીની પધરામણી થઇ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ