Monday, June 14, 2010

વાદળે આપેલી પ્રેમ નિશાની

વાદળે આપેલી પ્રેમ નિશાની ધરતીની હથેળીમાં ,

નાના બીજ વૃક્ષ બની ખીલી ગયેલા ,મહેકી ગયેલા ,

સુરજના તેજે જતન દઈને ઉછેરેલા એમને

કેમકે ધરતીને એ ખુબ ચાહતો હતો ...

દજાડતો હતો પ્રેમ એનો અગનવર્ષા બની ,

વાદળ બુંદનું રૂપ બદલી ધરતીને શાતા આપી જાતો ....

એક શૈતાને કાળા માથાના માનવીમાં દેહ પ્રવેશ કરીને

વાદળની પ્રેમ નિશાની એ ભૂંસવા માંડ્યો ....

સુરજ પણ વહેશી બની ધરતી ને જલાવવા માંડ્યો ...

ધરતી શું કહે ??કોને કહે આ પીર પોતાની ,

કરગરે એ હવે વાદળને ઝટ સંતાડી દે મને તારા પાલવમાં ....

ઓગાળી દે મને જેથી સુરજ મને જોઈ નાં શકે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ