ચાલ આજે મારી આંખે આ મંઝર જોઈ લો એક વાર ,
મને પણ આ ઋતુ થી થઇ ગયો છે ફરી એક વાર પ્યાર .....
આ પાગલ પવન મારો ચેહરો ઝુલ્ફોથી ઢાંકી જાય છે ...
અને આંખો શોધે છે એ વાદળ પર બેઠેલી એક ખુશ્બૂને
જે હમણાં જ કુંવારી તપ્ત ધરતી ને
પ્રેમના અમીથી તૃપ્ત કરીને
મારી પાસે એ સંદેશ કહેવા હમણાં જ આવી જશે જાણે .....
અને કહેશે એનો સંદેશ જો મદમસ્ત ડોલતા આ વૃક્ષો
જેના પર બેસી કોયલ પણ એનો ટહુકો ભૂલી જાશે .....
એ ય મેઘાડંબર છોડી દે તારો આડંબર
મને ખબર છે તું શું સંદેશો લાવ્યો છે ...
તારી ધરતી ને લીલી ચુન્દલડી પહેરાવવાને
આજે વ્યાકુળ હૃદયે આવ્યો છે ......
મને પ્રતીક્ષા બસ તારી જ ...
No comments:
Post a Comment