તડકાને ધરતી સાથે પ્રેમ થઇ ગયો ,
ધરતીને પણ સુરજ નો આ પનોતો પુત્ર ગમી ગયો ,
બેઉને એકાંત આપવા સુરજ પણ કૈક ખુબ તપ્યો ,
જીવ જંતુ સહુ સંતાઈ ગયા ...તડકાનો પ્રેમ પરવાન ચઢ્યો ...
===========================================
તારી આંખોના ઇજનને
સમજી ના શકવાની સજા આ મળી
મારા સપનામાં આવ્યા તમે
પણ બીજાનો હાથ પકડી જતા રહ્યા ...
============================================
તારા કાગળના પાલવમાં આ ગઝલ છુપાવી લે ,
તારા સ્વરૂપના શબ્દદેહ આપી દીધો છે ,
ડર છે કે તારું વર્ણન વાંચી દુનિયા શોધી લેશે તને ,
તું તો મારી અમાનત છે તને ગુમાવવી ફરી પાલવશે નહીં ....
No comments:
Post a Comment