શબ્દો શ્વસે છે અનુભૂતિનાં શ્વાસમાં ,
બસ ક્યારેક ગઝલ ક્યારેક કવિતા બની ,
કાગળનાં પાલવમાં સંતાઈને એ
સપનાની દુનિયા માં સાત રંગ ભરતા જાય છે .....
=====================================
વિરહવ્યથાનો અનુભવ સૌથી સુંદર બની જાય છે ક્યારેક ,
પ્રેમનાં ઊંડાણનાં સ્પર્શ ત્યાંજ અનુભવાય છે ........
==========================================
થર થર કાંપતા સુકા પાનને
પોતાની ડાળીમાં આલિંગીને
મૂક બની ઉભા છે આ વૃક્ષો
જાણે આવનાર વિરહની પળોથી વ્યથિત શા .....
No comments:
Post a Comment