Saturday, April 10, 2010

ચાલ આજે એક સાંજ ઉગાડીએ ....

એક નાનકડી નિશાની આપી જતા જતા ,
એક રૂમાલમાં તારા સ્પર્શ ને સુગંધ
હજીય લાગે તાજા એવાજ ....
ચાલ આજે એક સાંજ ઉગાડીએ ....
તારી યાદ નાં આવી મને ક્યારેય પણ
તને ભૂલવાની જહેમત મેં ક્યાં લીધી હતી ???
બસ એ જ તળાવની પાળે સંધ્યાએ ડૂબતા સૂરજની શાખે
આ કોરા કાગળ પર લખાઈ જતા હતા
ચિતરાઈ જતા હતા હૈયે દોરાતા હતા જે તારા સ્મૃતિચિત્રો .....
જુવાનીથી જૈફતા તરફ વધતી હતી જિંદગીની આ સડક
પણ હજીય આપણે મળીયે છીએ એ યુવાનીની દેહલીજ પર જ .......
ચાલો સંકેલી લેવા દો આ સુવર્ણ રજ સ્મૃતિની જે વેરાઈ ગઈ છે ...
અણમોલ છે મારા માટે કેમકે એ તારી સંગ દોરાઈ છે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ