આકાશના ચુલા પર
સુરજે આંધણ મુક્યું અજવાળાનું ...
જેમ જેમ દિવસનો દાણો ખીલતો ગયો
સત્ય સમજાતા ગયા
નકાબ પહેરીને ફરતા હતા જે સૌ ચેહરા પર ....
એક નકાબ ઉખડેલા સહેજ
ફરી સ્પષ્ટ ઝલક દેખાડી ગયા ....
આ ભીડમાં ....
પેલો ભીડ થી અલગથલગ ઉભેલો ચેહરો
બિલકુલ નિષ્કપટ લાગ્યો મને ..
એને કોઈ મહોરાંની જરૂર ના લાગી ....
એની પાસે એક હાથ લંબાયો અચાનક
એની હથેળીમાં પેલા ચેહરાનાં આંસૂ સમાઈ ગયા ....
એ હસી શક્યો
કેમ કે
એણે ચેહરા પર નકાબ નહોતો પહેર્યો !!!!!!!
No comments:
Post a Comment