Saturday, February 27, 2010

તારો મારો સંગાથ યાદ મને ...

ગાર લીંપણની ભોં પર
ચાસ પડેલી આંગળીની નિશાનીઓમાં,
મેંહદી મુકેલા એ મોડબંધ ચેહરો
હાથ મહીં બંગડીઓના રણકારમાં
મને પેલું ગીત હજી સંભળાય
બાલમંદિરથી પાછા આવતા
હાથમાં હાથ ઝાલી આવતા આપણ બેઉ
ત્યારે ખભે દફતર માં બેઠેલા ચોપડા પણ
આપણ સાથ એ ગીતો ગાતા
એ બાળગીતો ગામના સીમાડામાં હજીય સંભળાય મને ....
નોટના પાના ફાડી બનાવતા નાવડીઓ
ખાબોચિયાના આ કિનારે થી બીજા કિનારે
તરતી તરતી જાતી ક્યારેક ડૂબી પણ જાતી
ત્યારે માસ્તરનો પડતો માર યાદ આવે હજીય મને ....
બોરડીના બોર પાડતા સીમાડામાં
ખુલ્લી પાનીમાં પાડતા લોહીની ટશરો એ કાંટા
પણ એના બોરની મીઠાશમાં ખોવાઈ
એકબીજાને ઠળીયા માર્યાનું પણ આવે યાદ મને ....
ફરાક છોડીને ચણીયા ચોળી ને ચુંદડી ઓઢી
વાસીદું આંગણામાં વાળવા લાગી ગયી ,
ચૂલે રોટલા ઘડવા ક્યારે બેસી ગયી !!!
ત્યારે બળદોને દોરી ખેતરે લઇ જાતા
ઘરને ઉંબરે ઊભીને મારી પીઠને તાકતી દૂર લગણ તું યાદ મને ......
આ વીરો હવે કેમ રે જીવશે ? આ ખોરડામાં એકલડો !!!
રાખડી પૂનમે તું આવીશ ચોક્કસ બસ તારા એ કોલને સંભારી
રોજ દહાડા ગણતા રહેવાનું હવે યાદ મને ....!!!!!
તારો મારો સંગાથ યાદ મને ...

2 comments:

Maria Mcclain said...

Hi priti, ur blog is really interesting & wonderful, while reading it I truly like it. I just wanna suggest that u should submit your blog in this website which is offering very unique features at cheap prices there are expert advertising team who will promote ur blog & affiliate ads through all over the networks which will definitely boost ur traffic & readers. Finally I have bookmarked ur blog & also shared to my friends.i think my friend might too like it hope u have a wonderful day & !!happy blogging!!.

दुलाराम सहारण said...

गुजराती से वास्‍ता, अच्‍छा लगा।

हिंदी ब्‍लॉग भी श्रेष्‍ठ है।


सादर

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ