Saturday, February 20, 2010

સરનામાં ...

ખુશી મળી નથી રાહે ચાલતા જ અમસ્તી
એને તો ભટકીને દિલ થી દર બ દર શોધવી પડે છે ....
દર્દ નથી સુકાતું હૈયા માંથી એમ જ બેસવાથી ,
એને દુનિયાદારીનાં તડકે સૂકવવું પડે છે ....
સાંભળ્યું હતું સમય દરેક ઝખમનો ઈલાજ છે....
પણ એને પણ આપણે હાથ ઝાલીને સાથે ચલાવવો પડે છે ....
દુનિયાના ઘણા ચેહરા દેખાશે તમને આ માર્ગે ચાલતા ,
જે હરદમ તમને દેખાતા રહેશે હસતા ....
પણ એમના દર્દનાં પણ કોઈ સરનામાં નથી હોતા .....
આ પળ ને જોડતી કઈ પળો આવશે ? જાણતું નથી કોઈ પણ ,
પણ દુઃખને ભૂલીને જીવવાના રસ્તા બઝારમાં વેચાતા નથી હોતા ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ