પ્રેમનાં પર્વમાં વળી હોશનું કામ શું હોઈ શકે ?
પ્રેમની વ્યાખ્યા સૌ આપતા જોયા
જેમ હાથીનું વર્ણન કરતા એક વાર્તા માં છ અંધજન ......
છ છબીને જોડતા પણ ક્યાં સાચું ચિત્ર મળે ક્યાંય ?
બસ એ કેવો હોવો ઘટે એમાં ગૂંચવાઈ જાય સૌ બેન અને ભાઈ ......
શું પ્રેમની વ્યાખ્યા હોઈ શકે ?
શું અપલક આંખોના પ્રશ્નોનાં જવાબ હોઈ શકે ?
શું છુપાયેલા પલકોના પરદાની પેલે પાર લાગણીનાં કોઈ બંધ હોઈ શકે ?
શું હૃદયના ધબકારની ગણતરી હોઈ શકે ?
શું સ્પર્શને કોઈ શબ્દદેહ હોઈ શકે ?
બસ અવિરત વહેતું એક નૂર બની ને વહેતું
જેને સાગરની વિશાળતામાં જોઈ શકાય
છતાય ના એમાં ભળેલી લગીરેય એની ખારાશ ....
કદીય છલકાય નહીં કદીય સુકાય નહિ
એ લાગણી નું નાનકડું ઘૂઘવતું પૂર ...
દિવસો સાથે વધતું રહે એને કહેવાય કદાચ પ્રેમ .....
No comments:
Post a Comment