એક અભિલાષા આ અભિસારિકાની,
નીંદરનો પાલવ હઠે જયારે આ નયનોથી ,
બસ તારો ચેહરો સામે હો દર્પણ બની મારી સન્મુખ
અને તારી આંખોમાં નિહાળું હું મારું પ્રતિબિંબ ......
કેશ મારા વિખરાયેલા આ ચેહરા પર
હું થોડા થોડા સમારી લઉં ...
મારા શ્વાસમાં ખુશ્બૂ બની બસ તું જ સમાય,
હૃદય મારું જેમાં તું ધબકાર બની એને જીવંત બનાવે ...
તારા સપનાઓનો બેઉ મળી મહેલ બનાવીશું
તેના ટોડલે આશાના દીપને અરમાનોનું તેલ ભરી
રાતના અંધકારને ઝગમગ પ્રકાશથી ભરીશું ......
આ ખોળિયું તો છે નશ્વર મારા મીત
કોઈ કલમમાં સ્યાહી બની છલકીયે
કાગળની ચબરખી પર પ્રીતનાં ગીત લખી લઈએ ....
ક્યારેક કૃષ્ણની વાંસલડીમાં સૂર બની લહેરાઈ જઈએ ...
ક્યારેક મીરાંનાં પદોમાં વિરહ બની અમર થઇ જઈએ ....
ક્યારેક વસંતમાં પુષ્પ બની મહેકી જઈએ ....
ક્યારેક પાનખરના સૂકા પર્ણોમાં રુદનનો સિસકારો બની જઈએ .......
1 comment:
Your blog is good.
Post a Comment