Monday, January 18, 2010

એક બેવફા ...

ખળ ખળ વહેતા જળનું એ નીર
મને યાદ તો અપાવે તારા હાસ્યની ,
રાતે તારલા તારા આંસુ બની ચમકી જતા ,
હળવેથી વાતો વાયરો તારો સંદેશો લાવતો ......
બસ ખોબલો ભરીને સાચવેલી યાદ
સંભારણું બની ને નયનોને ક્યારેક ભીંજવી જતા ....
ભર બજારે જયારે સામે મળ્યા તમે
હું તો ઓળખી ગયો તુરંત
તમે એક અજનબી બનીને ચેહરા પર મઢી તમારા
એક મસમોટું આશ્ચર્ય ચિન્હ !
બસ પળ ભર થંભી ને જતા રહ્યા .....
બસ જાણી ના શક્યો તમારી મજબૂરી
અને બદહવાસીમાં તમને બેવફા કહી નવાઝી ગયો ....
જરાક ફરીને પાછળ જોયું હોત તો જાણી જાત
ઓલા વૃક્ષના થડ પછીતે સંતાઈને
તમે ભીની આંખે ક્ષિતિજે જ્યાં સુધી દેખાઈ મારી પીઠ
બસ મને જતો જોતા રહ્યા હતા ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ