Friday, January 29, 2010

મારી સ્મૃતિ ...

મારું શમણું નાં સુકાઈ જાય ,
ચાલો એને પાણી થી પલાળી લઉં ...
થોડી કાગળની નાવડી છે એમાં મુકેલી તરવા ,
થોડા તૂટેલી બંગડીનાં ટુકડા છે ...
પેલી ઢીંગલીનું ફરાક સીવેલું જેને જાતે ,
થોડા જુના બક્કલ સહેલીએ આપેલા મને ....
પેલા પાંચીકા ને સતોલીયા ના ટુકડા ,
નદીની રેત માંથી વીણેલા શંખલા ના ટુકડા ...
છીપલાંમાંથી મોતી ગયા ક્યાં?
એ મારે માટે છે આજે પણ કોયડો ....
પેલી તૂટેલી સ્લેટ નો એક ટુકડો ....
માંએ જયારે ફેંકી દીધેલો બહાર ત્યારે કરેલો કજીયો ...
બહાર થી કચરા જેવી લગતી વસ્તુ થી શણગારેલો મારો ખજાનો મેં ....
દુનિયા ને ક્યાં ખબર એમાં હજુય મારું બચપણ જીવે છે ...
આજે જયારે એકલવાયું લાગે છે મને
માળીયે થી પેટી ઉતારું છું
એને પાણી પલાળી ને નહીં
મારા આંસુ લૂછેલા ભીના કપડા થી લુછીને જોઉં છું ....
મારું બાળપણ મને યાદ કરે છે કે નહીં ??????

1 comment:

Dr.Mohan said...

thanks, its gr8 Dear ,
i m dr.mohan l. suthar national president- prahari (an organization for inspiration,global peace & the great nation building.) my mission,vision r CRIME FREE INDIA & GLOBAL PEACE more about me my mission, N.G.O. please visit www.prahari.hpage.com www.praharinews.webs.com
Thanks,
DR.MOHAN L. SUTHAR
NATIONAL PRESIDENT-PRAHARI
JODHPUR-INDIA
CELL: +91-9887898124

pl suppoprt to make the great india
please forward to your friends & more..................

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ