Monday, January 4, 2010

મઝધારે

વર્ષો વહેતા જાય છે નદી માં જેમ નીર ,
ઊંડે ઊંડે ખૂટતું જાય છે એક માણસનું ખમીર ,
થાકી જતા ચરણ હવે વિસામો માગે છે ,
બહુ તરી આ નાવડી હવે કિનારો માગે છે .....
નાજુક ડગલી માંડી ને હજી તો ચાલવા શીખતી
એક નાની માસુમ કળી ક્યારે ફૂલ બની મહેકી
એ પણ ખબર નાં રહી ,
ઘર ઘર રમતા રમતા એ પોતાનો સંસાર વસાવવા જઈ રહી ,
હજી અમે તો જીવન માણ્યું ના માણ્યું મન ભર,
એકલતા પછી મને સતાવતી રહી ...
થાકી ગયા ચરણ અને નાવડી મઝધારે રહી ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ