Friday, December 25, 2009

આખરી નિશાની ...

એક રેશમી રૂમાલનો ટુકડો ,
બસ તારી આખરી નિશાની ...
સવારના કુમળા તડકે થયેલો પરસેવો લૂછ્યો હશે ,
ક્યારેક વરસાદે ભીંજાયેલો ચેહરો પસવાર્યો હશે ,
ક્યારેક ભીંજાયેલા લૂછ્યા હશે ખૂણા આંખના ,
કેટલાય સ્પર્શ એણે તમારા સંઘર્યા હશે ????
સાથ તો જન્મોજન્મ નો માંગ્યો હતો ,
કદાચ એ ખુદાને મંજૂર નહીં હોય !!!
બસ આરઝૂ આખરી મારી ,
આ રેશમી રૂમાલને
મારા માથા તળે મૂકજો તકિયો બનાવી
મને આખરી ઊંઘ તો ચેન થી મળે !!!!!!!!!!!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ