Friday, December 18, 2009

તારા વિના ....

આ ઉનાળે કોયલનો ટહુકો ગંભીર હતો ,
અને આંબે મહોરેલ મોર પણ થોડો ફીકો લાગ્યો .....
બસ તમે નહોતા મારી સાથે દૂર હતા તેથી જ
આ જીવન નો પનો પણ બહુ ટૂંકો લાગ્યો ....
પાછા આવવાનો વાયદો યાદ કરાવવા
સરનામું શોધતો રહ્યો તમારું અને
પાગલ પવનના ઝોંકે આ પત્ર પણ ઉડતો લાગ્યો ....
કલમ તાજી કરી સ્યાહી ભરીને ખાડિયા માંથી
પણ ખડિયો પણ મને સુકાયેલો લાગ્યો ....
મારું દિલ કહે છે જે એ તમે સાંભળી લેશો
એ વિશ્વાસ પણ હવે ડગતો લાગ્યો .....
બે દિવસ પછી અષાડ બેસશે એ જાણું છું પણ
આ જેઠ માહ પણ ખુબ લંબાતો લાગ્યો .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ