Sunday, November 22, 2009

નાવડી ને હું ...

ઊંઘતી આંખમાં સપનાની નાવડી
હાલક ડોલક થયીને તરતી હતી આંખોમાં ....
એક સોનેરી જાળ હતી મારા હાથમાં ,
ઈચ્છાઓની માયાજાળમાં હું અટવાતો હતો ...
જોને એક પણ માછલીના મોં માં
મારો કાંટો ફસાતો નહોતો ....
અરે મન તું સપનામાં તો મને સફળ થવા દે ...
જીંદગીમાં મને ત્યાં તો સફળતાનો જામ દે ને !!!!!
ત્યાંજ નીંદર રાણી આવ્યા ,મને ઢંઢોળીને જગાડવા ....
અરે મૂર્ખ સુતો રહીશ તો સફળતાનો જામ
હોઠે આવીને પણ હમેશા ઢળી જશે ,
ઉઠીને કર્મ કરીશ તો એ તને મળી જશે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ