ક્યાંક ક્યારેય કશુંક ખૂટતું લાગે છે ,
ક્યારેક ભીડમાં પણ એકલું લાગે છે ,
ક્યારેક કોઈ અજનબી અજનબી ચેહરો
જાણે પોતાનો પરિચિત લાગે છે ....
એની સાથે આ પહેલી મુલાકાતમાં જ
જાણે પરભવની પ્રીત હોય એમ ભાસે છે .....
ક્યારેક કલાકો સુધી બોલ્યા કરે કોઈ
એનો એકેય શબ્દ સમજાતો નથી ......
ક્યારેક મૌનની વાણીમાં પણ
એક અનંત વાર્તાલાપ થતો લાગે છે .....
બસ આ અનુભૂતિ ને કહું શું ?
એ ય સુજતુ નથી અમને .....
જયારે કશુંય સમજાય નહીં ત્યારે
સમજુ શું ? આતો મને પ્રેમ થયો લાગે છે ......
No comments:
Post a Comment