Thursday, July 23, 2009

વાદળોને નીચોવીને જોયું તો

વાદળોને નીચોવીને જોયું તો

બૂંદ બૂંદ બનીને દરિયો છુપાયો હતો....

ઠંડી હવાની લહેરખીઓએ એની ખારાશ પી લીધી હતી,

બસ ધરતીને મળવાની લલકે એનાં

અંગે અંગમાં ભર્યો લયનો થડકાર અને વીજળીની પાયલ પહેરી

દેડકા સંગે સૂર મિલાવી મયૂર સંગે નૃત્ય કરવા આવ્યો.......

બસ હવે મન મૂકીને વરસી જવા દો ,

નદી બનીને વહેવા દો,

કાગળની નાવમાં તરવા દો,

ફરી દરિયાની રાહ શોધી એને મળવા દો....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ