Sunday, June 14, 2009

ચાહતમાં સાત પગલાં ...

તમને મળવાની ચાહતમાં સાત પગલાં અધૂરા પડ્યા,

બસ સાત પળનાં ફાસલા પર આપણાં અરમાન અધૂરા રહ્યા....

ફરિયાદ તો હતી નહીં મારી કોઇ તમારા માટે,

પણ સજા આપો તમે જ મને જુદાઇની એ સપનાં પૂરા ન થયા....

ક્યારેક તો મળીશું એ દિલની અગાધ ઇચ્છા છે,

પણ રોજ રાતે વાતો થશે સપનાંમાં હંમેશા,એ અરમાન અધૂરા રહ્યા.....

તમારી સાથે વીતાવેલી એ સઘળી ક્ષણોની વફાદારી હજીય મારી સાથે જ છે ...

એ સંભળાઇ ગઇ રાતનાં એકાંતમાં,

તમારી જુદાઇને મન ભરીને રડીને માણવાનાં

મારાં અરમાન પણ આખરે અધૂરા રહ્યા.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ