માં તને શું કહું ?
તારા લીધે તો મારો શ્વાસ છે આજે ....
તારા કરચલીવાળા હાથને
મારી હથેળીમાં લઇને હળવેકથી દબાવીને
તારે ગળે વળગી પડું હેત થી જ્યારે જ્યારે
તું મારા મૌનને સાંભળી લે છે હંમેશ......
માળામાં ઇંડા સેવતું પંખી
કલરવે ચાંચ ફાડીને બેસતાં નાના
બચ્ચાંની ચાંચમાં ચણીને લાવેલ દાણા નાખે
ઉડતી પાંખોમાં ધબકે એ સદૈવ માં નું જ તો દિલ...!!!!
ખૂંટે બાંધેલ બચ્ચાંને પ્રભાતે છોડે ગોવાળ,
કૂદતું નાચતું બચ્ચું જાય જનેતા પાસ,
આંચળે માનું અમૃતસમ દૂધ પીતું,
જીભથી એને ચાટીને વ્હાલ જતાવે એ
માંના હ્રદયનું અણમોલ જતન પણ દીસે ત્યાં જ.....
1 comment:
પહેલી વાર આ બ્લોગ જોયો. સરસ રચનાઓ છે. લખતાં રહો.
Post a Comment