Friday, May 1, 2009

મારી ભૂમિ ગુજરાત અને હું ગુજરાતી....

ગર્વીલું ગુજરાત હું તારો બાળ
મારી ભૂમિ ગુજરાત અને હું ગુજરાતી....

હિંમતનગર થી વાપી ડાંગ ને દાહોદ થી કચ્છ સુધી
વિસ્તરેલો મારો વિસ્તાર ને જોડે કચ્છ ખંભાતના અખાત.....

પાવાગઢમાં મહાકાળી ને ચોટિલે ચામુંડા માત કહો પછી જય સોમનાથ
નરસિંહ મહેતાનું જૂનાગઢ ઝૂમે જ્યાં એ ગરવો ગિરનાર.....

ગબ્બરનાં અંબાજી ને મોઢેરાનું સૂર્યમંદિર ને પાલીતાણાનાં દહેરાસર
અડાલજની વાવ જુઓ ને ચાંપાનેરના નામ દુનિયાને નકશે લખાય.......

બાર ગાઉ થાય ને બોલી બદલાય ક્યારેક હુરતી ને ક્યારેક એ કચ્છી ,
શહેરમાં જિન્સ પેન્ટ અને ગામડે ફાળિયું ને કેડિયું પહેરાય.....

બાપુ ને સરદારનાં નામ આઝાદીનાં ઘડવૈયા તરીકે લખાય,
આજે આપણું ગુજરાત વિશ્વનકશે મુકાય....

મુંદ્રાના પોર્ટ હો કે કંડલાનું બંદર સાત સમુંદર અરબીને તટે ખેડાય,
સાણંદને આંગણે નેનો આવી ને સિલ્ક સુરતની ઓળખાણ.......

ભરત ગૂંથણ કચ્છનાં જગતમાં વખણાય પાટણનાં પટોળાની પણ અલગ ભાત,
જામનગરની બાંધણી પહેરી નાર ગુજરાતની હરખાય.....

ઉમાશંકર જોષી,ઝવેરચંદ મેઘાણી, વીર નર્મદ,જ્યોતિન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા
કનૈયાલાલ મુનશી હો કે ત્રિપાઠી ગોવર્ધનરામ ,કાકા કાલેલકર,રાજેન્દ્ર શુક્લ સાહિત્યની ઓળખાણ...

નવરાત્રિનો ગરબો ને ઉતરાણની પતંગને હોળીના રંગથી રંગે,
દિવાળીના ફટાકડાને મઠિયા મગસ ને ઉમંગે ઉજવે......

રાજકોટનાં પેંડા ને ભાવનગરનાં ગાંઠિયા ચાખો વડોદરાનાં લીલાચેવડા સંગ
સુરતનું જમણ જમી કાઠિયાવાડનાં મહેમાન થાવ.

પાતરા,ખમણ, હાંડવો - ઢોકળા ને પૂરણપોળી ખાઇને
સંતોષનો ઓડકાર ખાવ ને રસોડામાં ગુજરાતને જાણી જાવ.....

ધરતીકંપ હો કે હોય ઘોડાપૂર,ખમીર ન ખૂટે ગુજરાતીનું
દર વખતે ફરી ફરીને એ જિંદગીમાં ઉભું થાય......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ