ઘરની ભીંતો પર ટાંગી હતી સ્મૃતિઓની તસવીર,
નખશીખ હતી એ તમારી આકૃતીની જ તાસીર....
બંધ કમાડ ડેલીનાં કરી ધૂળિયા રસ્તે શોધું છું,
ક્યાંક જો તમારા પગલાંનાં નિશાન મળે તો મને.....
શોધતી જાય છે નજર અને બાળપણની ગલીમાં પહોંચી,
પાંચીકા ને સાતતાળી,દોરડાં ને સંતાકૂકડી....
તમને બહુ પજવતાં ઝાડ પર સંતાઇને,
ટેટાં વડનાં મારતાં તાકીને અને પછી સંતાઇ જતાં.....
તમારાં બોર બોર જેવડાં આંસુડા વહેતા,
એને હથેળીમાં ખોબલાંમાં ઝીલી લેતાં.....
પાછા વળતાં હથેળીમાં ભીનાશ વર્તાય છે હજી,
પરસેવામાં પણ ક્યાંક આંસુનો અહેસાસ સંતાય છે.......
No comments:
Post a Comment