કશુંક કહેવા મથતા હોઠો વચ્ચે
શબ્દો મૌન બનીને સમાતા જાય છે.....
બોલી નથી શકતા એ જયારે ,
આંખોથી કૈંક હકીકત કહેતા જાય છે....
=============================
પાછું વળી વળીને રસ્તે અચાનક
પાછળનો રસ્તો જોઇ લઉં છું.....
ક્યારેક કોઇનો પદરવ સાંભળીને,
થોડુંક મીઠું મલકાઇ પણ લઉં છું....
તમને રુબરુ મળીને ઘેર આવું છું
તો ય તમારા પત્રની રાહ જોઇ લઉં છું....
જાણું છું બહુ દૂર જઇ રહ્યા છો તમેપણ
પણ તમારા પાછા આવવાની પળનો ઇન્તઝાર કરી લઉં
છું
=================================================================
No comments:
Post a Comment