Monday, February 9, 2009

મેં મારા અરમાન આપી દીધા.......

= તમારા પ્રેમમાં મેં તમામ સ્વપ્ન આગોશમાં લીધા,
તમારા હાસ્યથી પડતાં ગાલનાં ખંજનોમાં એ પોરવી દીધાં,
તમારી આંખોમાં વિરહવ્યથાનું આછું કિરણ દેખાયું,
તમારી આંખોને મેં મારા અરમાન આપી દીધા.......
=========================================
તમારા જિંદગીમાંથી જતા રહેવાનો રંજ શો કરવો ?
જિંદગીની પૂરી થતી એ કેડીનો અંત શો કળવો ?
સાથે ચાલ્યા હતાં એ પગલાં સ્મૃતિમાં અંકિત છે,
તમારા ચાલ્યા જતાં પગલાંના અણસારનો અહેસાસ શું કહેવો???
=========================================

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ