Saturday, January 31, 2009

શબ્દ...શબ્દ....શબ્દ...!!!!!

રીઝવે છે શબ્દ જ્યારે
ખીજવે છે શબ્દ ક્યારેક
ભીંજવે છે શબ્દ પલળેલા
થીજવે છે શબ્દ બર્ફીલા....

પજવે છે શબ્દ તોફાની બની
ત્રાજવે છે શબ્દ કૈંક તોળાયેલા
ગજવે છે શબ્દ ક્યારેક મેઘ બનીને ગગનને
ગર્જે છે શબ્દ ક્યારેક જંગલમાં....

ભળેલા છે શબ્દ મૌનમાં
સડેલા છે શબ્દ ગંધાયેલા મનમાં
નડેલા છે શબ્દ ક્યારેક પ્રેમના ઇઝહારમાં
પડેલા છે શબ્દ ક્યારેક આંખોના ઇંગિત ઇશારાઓમાં........

જડેલા છે શબ્દ મને તારલામાં
વેડફેલા છે શબ્દ ક્યારેક બધિર સામે
મૂકેલા છે શબ્દ મારી વાચામાં જે
સમર્પ્યા છે શબ્દ તારું ઋણ ચૂકવવા......

શણગારેલા છે શબ્દ એક કવિતામાં
ધરબાયેલા છે શબ્દ મારા શ્વાસ ઉચ્છવાસમાં.........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ