Tuesday, January 27, 2009

ક્ષણને બોલવા દો...

ક્ષણને સંભાળી લો મન બેકાબૂ બને તો
ક્ષણને વિસારી દો વિષાદની વાતોમાં જાય ત્યારે
ક્ષણને સાંભળી લો સંગીત બની ગૂંજે જ્યારે
ક્ષણને બોલવા દો મૂક વાર્તાલાપમાં........

ક્ષણને સંભારી લો મીઠી એ સ્મૃતિઓમાં
ક્ષણને વિલાપી લો ક્યારેક એકાંતની પળોમાં
ક્ષણને હસી દો સહજ બની ગમગીનીની પળોમાં
ક્ષણને પથરાવા દો જાજમ બની જીંદગીમાં.......

ક્ષણને સંકોરી લો ઉજાસને વધારવા
ક્ષણને ચોંકાવી દો અચાનક સામે આવીને
ક્ષણને ઉડવા દો ખડખડાટ હાસ્ય બનીને
ક્ષણને સજવા દો એક નવોઢાની જેમ..........

ક્ષણથી ક્ષણ વિરમે છે..
ક્ષણથી ક્ષણ ભીંજાય છે..
ક્ષણથી ક્ષણ સમજાય છે..
ક્ષણથી ક્ષણનો એક સંવાદ છે...

ક્ષણથી ક્ષણનો એક આલાપ છે..
ક્ષણથી ક્ષણ ભરમાય છે..
ક્ષણથી ક્ષણ ક્યારેક રીઝાય છે,ક્યારેક ખીજાય છે..
ક્ષણથી ક્ષણના મેળાપે એક જીંદગી સર્જાય છે.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ