Saturday, January 24, 2009

મન પલળે છે આજે છાનું છાનું......

ક્યારેક અચાનક એક સૂકી ડાળ પર
ફૂટે છે કૂંપળો અને એક ફૂલ નાનું નાનું,
કોરી ધાકોર બપોર વચ્ચે જાણે
મન પલળે છે આજે છાનું છાનું......

= સંતાઇ ગયા હતાં સરગમના સાતેય સૂર
સિતારનાં તાર પર સંતાકૂકડી રમતાં રમતાં,
સંવેદનસભર શબ્દોએ જ્યારે એમને બાંધ્યા પ્રેમપાશે,
ત્યારે એક ગઝલ બનીને એ બધાં કંઠમાં પોરવાઇ ગયાં....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ