Tuesday, January 20, 2009

અમે સાવ એકલાં એકલાં.......



આકાશની આગોશમાં છું
હવામાં લહેરાતું મારું અસ્તિત્વ,
એક આશાના નાજુક તંતુથી બંધાયેલી
જમીન સાથે જકડાયેલી હું.....

શીત, ઉષ્ણ કે ટપકતી બૂંદોનું વાદળ,
આ બધા મારા સંગી-સાથી,
સૂરજ અને ચાંદાની સંગ
રમતી હું સિતારાઓની લખોટી બનાવી....

શમણાં મારા આ નાનાં નાનાં,
આંખોમાં મારી છાનાં છાનાં
સંતાકૂકડી રમતાં રમતાં
સંતાઇ ગયાં'તા ક્યાંક શોધી લાવી આજ....

એક પતંગ બની ઉડ્યાં
એક દોરી બની બંધાયા...
લોકોની આંખોમાં આકાશ ભરતાં ભરતાં...
કોને કહીએ જઇને હતાં અમે સાવ એકલાં એકલાં.......

1 comment:

* મારી રચના * said...

blog surf karta karta aapna blog par aavi chadi ane અમે સાવ એકલાં એકલાં....... vaanchi ne bas ahi j hu rokai gai. bahuj sundar lakhiyu che tame...

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ