= કસ્તૂરી મૃગ શો હું સુગંધની શોધમાં હતો,
જગ આખું જોયા પછી જોયું એ તો મારામાં જ હતી.....
=જાણીતા હતા, અજાણ્યા હતા,પોતાનાં હતાં,પારકા પણ હતાં,
આખી મહેફિલમાં ઉભરાતા હાસ્ય પાછળ ક્યાંક આંસુ પણ હતાં.....
=મહેફિલને અજવાળવા એક શમાનું અજવાળું જ પૂરતું હતું,
પણ રાતનું એકાંત શોભતું હતું અંધકાર સાથે, શમા બુઝાઇ જતાં.....
=હોઠ ખામોશ હતાં,આંખો ચૂપ હતી,છતાં એક સંવાદ હતો,
બંધન બે હૈયાનું હતું અને વચ્ચે એક સ્નેહનો તાર હતો......
No comments:
Post a Comment