
પંખી અને પતંગ બેઉ ઉડ્યાછે
આકાશની સહેલે આજે...
પંખી પાંખ વીંઝી ઉડે છે,
પતંગ દોર સંગાથે...
પંખી પાંખના સથવારે નભતું,
દોર પતંગનો સારથિ બનતું....
પંખીને પાંખનો સાથ સદૈવ
પણ...
જો બે દોર આલિંગે પરસ્પર તો
એક દોરની અને પતંગની જુદાઇ બને નિશ્ચિત...
પતંગ દોરને કહે છે આવજે
હું કોઇ બીજા મુકામની શોધમાં જાઉં છું,
ક્યાંક કોઇકના હાથમાં
નહીં તો કોઇકને ઝાંખરે ભરાઉં છું....
જો થાકીશ તો કોઇ ઝાડને વિસામે રોકાઉં છું
ઘણી સહિયરો મળશે ત્યાં એ વિચારે હરખાઉં છું.....
No comments:
Post a Comment